PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

30/9/13

      એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?




શિક્ષકમિત્રો, આજના તકનિકી યુગમાં સ્માર્ટફોન એક હાથવગુ અને એક આવશ્યક સાધન બની ગયું છે. હાલની સ્થિતિએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તેની ઉપયોગિતા અને સરળ ઉપલબ્ધતાને લીધે વિશ્વમાં છવાયેલા છે. સામાન્ય રીતે સેમસંગ કે અન્ય બ્રાન્ડેડ સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ હોય છે. પરંતુ કેટલિક બ્રાન્ડ જેવી કે માઇક્રોમેક્સ, કાર્બન, લાવા વગેરેમાં ગુજરાતી ફોન્ટ હોતા નથી. આ સ્માર્ટફોનમાં જો ગુજરાતી વાંચી અને લખી શકાય તો આપણું રોજીંદુ કામ ઘણું સરળ થઇ શકે અને દફતરી કાર્યમાં પણ ઉપયોગી થઇ શકે.

આ માટે અહિં આપને જે ફોનમાં ગુજરાતી સાઇટ કે લખાણ જોઇ શકાતું નથી તેવા એન્ડ્રોઇડ ફોનમાં ગુજરાતી ફોન્ટ કઇ રીતે ઉમેરી શકાય તેની રીત બતાવી છે. આપને ભલામણ છે કે જો આપ આ પ્રકારની બાબતોમાં નિષ્ણાત ન હોય તો આ રીતનો ઉપયોગ જોખમી છે. આપ આપની જવાબદારીએ આ પ્રક્રિયા કરશો. મે મારા નવા ખરીદેલા Lava Iris 504q (Jelly Bean)માં આ રીતથી સફળતાપૂર્વક ગુજરાતી ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા છે.
જરૂરિયાત
$1)      આ માટે આપે ફોનની સિસ્ટમનો લોક તોડવો પડશે. આ પ્રક્રિયાને “Rooting” કહેવાય છે. ત્યારબાદ ફોનનું System ફોલ્ડર ખોલી શકાશે અને ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકાશે. આ પ્રક્રિયા કરવાથી આપની સોફ્ટવેર વોરંટી પૂરી થઇ શકે છે. આ પ્રક્રિયાની વિગત વાર માહિતી માટે અહિં ક્લિક કરો.
$3)      ES File Manager
રીત
$(1)      સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ ફોન પર Rooting પ્રક્રિયા કરો.
$(2)      યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરો. અને મેમરી કર્ડમાં મૂકો.
$(3)      જો આપના ફોન પર ES File Manager એપ ન હોય તો પ્લે-સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો.
$(4)      ES File Manager ઓપન કરો.
(5)      મેનુ ઓપન કરી Tools મેનુમાંથી Root Explorer ને ON કરો. હવે Root Explorer ક્લિક કરી મેનુમાંથી Mount R/W ક્લિક કરો.
Screenshot 2013-09-29-19-00-00
System ફોલ્ડર માટે RW સિલેક્ટ કરી OK ક્લિક કરો. હવે આપ એન્ડ્રોઇડના System ફોલ્ડરને ખોલી શકશો.
Screenshot 2013-09-29-19-00-07

$(6)      હવે System ફોલ્ડર ઓપન કરી Fonts ફોલ્ડર ઓપન કરો. તેમાંથી DroidSansFallback.ttf ફોન્ટને Cut કરી મેમરી કાર્ડના કોઇ ફોલ્ડરમાં બેકઅપ લો.
Screenshot 2013-09-29-19-01-40

$(7)      હવે ડાઉનલોડ કરેલ ફોન્ટ DroidSansFallback.ttf ને કોપી કરીને System/Fonts ફોલ્ડરમાં પેસ્ટ કરી દો.પેસ્ટ કરેલા ફોન્ટની ફાઇલને સિલેક્ટ કરીને મેનુમાંથી Properties સિલેક્ટ કરો. જેમાં Permission હેઠળ ચિત્રમાં દર્શાવ્યા અનુસાર સેટ કરી OK ક્લિક કરો.
Screenshot 2013-09-29-19-02-41
$(8)      ફોનને રીસ્ટાર્ટ કરો.
હવે આપના એન્ડ્રોઇડ ફોન્ પર ગુજરાતી યુનિકોડમાં લખેલ ફાઇલ અથવા ગુજરાતી સાઇટ ખોલી જુઓ. જો ગુજરાતી જોઇ શકો છો તો આપ સફળ થયા છો. હવે ગુજરાતી ટાઇપ કરવા માટે PaniniGujaratIME કીપેડ ઇન્સ્ટોલ કરી ગુજરાતી ટાઇપ કરી શકશો.
Screenshot 2013-09-29-19-04-07
Enjoy Gujarati Reading & Writing……………..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો